એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

0
14

સુરત,તા.૧૫
ભાઠેના વિસ્તારમાં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં ભીષણ આગ લાગી હતી. ચોથા માળે લાગેલી આગથી ભારે ધુમાડા નીકળતાં આસપાસમાં રહેતા રહિશોમાં અફડાફડીનો માહોલ સર્જાયો હતો.
ભાઠેના વિસ્તારમાં મોટી સંખ્યામાં એમ્બ્રોઈડરીના યુનિટો આવેલા છે. ત્યારે એમ્બ્રોઈડરીના ચોથા માળે આવેલા ખાતામાં બપોરના સમયે પ્રચંડ આગ ફાટી નીકળી હતી. ચોથા માળે લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જાઈ શકાતાં હતાં. જેથી મોટી સંખ્યામાં લોકો આસપાસથી દૂર નાસી ગયાં હતાં. સાથે જ ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગના પગલે એમ્બ્રોઈડરીના કારખાનામાં ભારે નુકસાન સર્જાયું હોવાની વકી સેવવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY