ન્યુ દિલ્હી,તા.૧૫
ગોવાનાં સીએમ મનોહર પર્રિકરનો ઇલાજ એઇમ્સ હોસ્પિટલમાં થઇ રહ્યો છે, થોડા સમયમાં તેમને ચાર્ટેડ વિમાનથી દિલ્હી લઇને આવવામાં આવશે
લાંબા સમયથી બીમાર પૂર્વ રક્ષા મંત્રી અને ગોવાનાં મુખ્યમંત્રી પર્રિકરનો ઇલાજ દિલ્હીની તૈયારી એમ્સ હોસ્પિટલમાં થઇ રહી છે. પર્રિકરને થોડા સમય બાદ ચાર્ટડ વિમાનથી દિલ્હી લઇ જવાશે.
આપને જણાવી દઇએ કે પર્રિકર ૬ સપ્ટેમ્બરનાં જ અમેરિકાથી ઇલાજ કરાવીને ભારત પરત ફર્યા છે. ત્યાં આશરે એક અઠવાડિયા સુધી તેમનું ઇલાજ ચાલ્યુ હતું. તે પહેલાં મુખ્યમંત્રી પર્રિકરે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહને અનુરોધ કર્યો હતો કે રાજ્યનું નેતૃત્વ સોંપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે.
મનોહર પર્રિકરનાં ઇલાજને લાંબો સમય લાગી શકે છે. તેથી તેમને પાર્ટીમાં કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો અનુરોધ કર્યો હતો. પાર્ટી સાથે જાડાયેલાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ફોન કરીને રાજ્યમાં નેતૃત્વ માટે કોઇ અન્ય વ્યવ્સથા કરવાની વાત કરી હતી.
તેમનાં અનુરોધ બાદ ભાજપ તરફથી હાલમાં પરિસ્થિતિની માહિતી લેવા માટે પાર્ટી મહાસચિવ રામલાલ અને બીએલ સંતોષ કેન્દ્રીય પર્યવેક્ષક મોકલશે. બંને પર્યવેક્ષક અહીંની પરિસ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને આપશે.
પર્રિકરને ગુરુવારે સાંજે કેંડોલિમનાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી કાર્યાલયનાં સૂત્રોએ તેમનાં હોસ્પિટલમાં દાખલ થયાની વાતની પુષ્ટિ કરી હતી. પણ તેમણે તેમની તબિયત અંગે કંઇ જ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો
પર્રિકર (૬૨) આ પહેલાં પણ ઇલાજ માટે અમેરિકામાં ત્રણ મહિના રહ્યાં હતાં. તેમને શું બીમારી છે તે અંગે હજુ સુધી અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું નથી, જાકે સોર્સિસની માનીયે તો તેમને પેન્ક્રેઆટિકની બીમારીનું ઇલાજ ચાલી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




