કેટલા સમયમાં રોડ બનશે? AMC પાસે જવાબ માંગતી ગુજરાત હાઇકોર્ટ

0
91

અમદાવાદ,તા.૨૩/૦૨/૨૦૧૮

વર્ષ ૨૦૦૭માં છસ્ઝ્ર માં ઉમેરાયેલા શહેરના નવાં વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના હોવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટમાં આ બાબતેની સુનાવણીમાં સ્ટેટ ગવર્મેન્ટે આજે જવાબ રજૂ કર્યો હતો કે, છસ્ઝ્ર માં નવા સમાવિષ્ટ વિસ્તારમાં ૧૮૫ ટીપી સ્કીમની જરૂર છે. ૧૭૧ ટીપી સ્કીમને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. જેમાં ૬૧ ટીપી સ્કીમમાં હયાત રોડ પહોળા કરવાની જરૂર ૦૩% જેટલાં ફેરફારની જરૂર છે. ૧૩ ટીપી સ્કીમને મંજુરી આપવાની બાકી છે.
હાઇકોર્ટનો છસ્ઝ્રને આદેશ આ નવા વિસ્તારમાં રોડ કેટલા સમયમાં બનશે તેનો જવાબ આપવાનો આદેશ કર્યો છે. અમદાવાદ એપીએમસી દ્વારા નવી ટીપી સ્કીમો મૂકવામાં બિલ્ડરોના લાભાર્થે ઉતાવળ કરાય છે પણ પ્રાથિમક સુવિધાઓ આપવામાં પાછીપાની કરાય છે. એસજી હાઈવે હોય કે એસપી રીંગરોગ સરકારે ટીપી મૂકી સુવિધાઓ આપવામાં પાછીપાની કરી રહી છે. ગટર, રોડ-રસ્તા અને વીજળી લોકોની પ્રાથમિક જરૃરિયાતો છે. આ બાબતે કાર્યવાહી ન કરાતાં લોકો લાખો રૂપિયાના ખર્ચે મકાન લઇને સુવિધાઓ મેળવી શકતા નથી. આ બાબત હાઈકોર્ટમાં આવતાં કોર્ટે રસ્તાઓ બાબતે અમદાવાદ એએમસી પાસે જવાબ માગ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY