ટ્યુશનમાં આવતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ

0
60

અમદાવાદ,તા.૨૩/૦૨/૨૦૧૮

અમદાવાદના વાસણા વિસ્તારમાં શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે.વાસણા વિસ્તારમાં ટયુશન શિક્ષકે ધોરણ-૧૧ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ લંપટ શિક્ષકે ૮ મહિનામાં ૩થી વધુ વખત દુષ્કર્મ આચર્યુ છે.વિદ્યાર્થીનીને શારીરિક સમસ્યા થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારે હવે વિદ્યાર્થીનીના વાલીઓ દ્વારા સ્કૂલના સંચાલકોને ફરિયાદ કરવામાં આવતા સંચાલકો દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલે વાસણા પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.વિદ્યાર્થીનીઓ સાથે બળાત્કારની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે આવા લંપટ શિક્ષકોને કડકમાં કડક સજા મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY