રાજ્યપાલ,મુખ્યમંત્રી, મંત્રીઓ, સંસદીય સચિવઓને હોદાની રૂએ મળેલી ભેટો રાજ્ય સરકારના તોશાખાનામા જમા કરાવવામાં આવે છે.આ તોશાખાનામાં જમા કરાવવામાં આવેલ ચીજ-વસ્તુઓની અલગ – અલગ સ્થળોએ હરાજી યોજવામાં આવે છે.
આ તોશાખાનાની ચીજવસ્તુઓની હરાજીમાંથી મળેલ રકમ માન. મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધિમાં જમા કરાવવામાં આવે છે.
તોશાખાનામાં જમા થયેલ ભેટસોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ આગામી તા. ૧૨-૧૨-૨૦૧૮ થી તા. ૧૫-૧૨-૨૦૧૮ દરમિયાન બત્રીસી હોલ, આશ્રમ રોડ, સુભાષબ્રિજ, અમદાવાદ ખાતે સવારના ૧૦-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કરવામાં આવનાર છે. જેનો જિલ્લા તેમજ શહેરની સંસ્થાઓ, નાગરિકો વગેરે લાભ લે અને લોકો સહભાગી બને તે માટે જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ જાહેર અપીલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




