રાયપુર,તા.૧૧
છત્તીસગઢની વાત કરીએ તો, મતદાન બાદના એકિજટ પોલ સાચા પડ્યા છે. ત્યાં ભાજપને સત્તા પરથી દૂર કરવામાં કોંગ્રેસ સફળ રહી છે. એ સાથે રાજ્યમાં ભાજપનું ૧૫-વર્ષનું શાસન સમાપ્ત થયું છે.
છત્તીસગઢની ૯૦ બેઠકોમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ ૬૪ બેઠક જીતી લીધી છે. ૨૦૧૩ની ચૂંટણીમાં એને માત્ર ૩૯ બેઠક મળી હતી. આમ, એને ૨૬ બેઠકોનો ફાયદો થયો છે.
શાસક ભાજપ આ વખતે માત્ર ૧૮ બેઠક જીત્યું છે. ૨૦૧૩ની ચૂંટણીમાં એને ૪૯ બેઠક મળી હતી. આમ એને ૩૩ બેઠકનું નુકસાન થયું છે. જ્યારે અન્યને ૭ બેઠક મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



