પૈસાની લેતી-દેતી બાબતે મોરબીના બે શખ્સોએ કર્યો હુમલો ઃ યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયોં
શહેરના હાર્દસમા ગણાતા ધ્રાંગધ્રા દરવાજા પાસે ધોળા દિવસે મોરબીના બે શખ્સોએ પૈસાની લેતી-દેતી બાબતે યુવાનની દુકાનમાં ઘુસી જઈ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે શહેરની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યો છે. જયારે હુમલો કરનાર બન્ને શખ્સો વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.
બનાવની મળતી વિગતો મુજબ હળવદના ધ્રાંગધ્રા દરવાજા પાસે જલારામ એજન્સી નામની દુકાન ચલાવતા રવિભાઈ જયસ્વાલના પિતા આજરોજ દુકાન પર હોય તે સમય દરમિયાન પૈસાની લેતી-દેતી બાબતે મોરબી ખાતે રહેતા અને આર.જે.એન્ટરપ્રાઈઝના દિલીપભાઈ પટેલ અને પ્રવિણભાઈ પટેલ દુકાન પર ધસી આવી બોલાચાલી કરતા ફરિયાદીના પિતાએ તેના પુત્રને ફોન કરી દુકાને બોલાવ્યો હતો. ત્યારે રવિભાઈ જયસ્વાલ દુકાને આવતા ઉપરોકત બન્ને શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં રવિભાઈને ઈજાઓ પહોંચતા શહેરની હોÂસ્પટલ ખાતે પ્રથમ સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો હતો. શહેરમાં ધોળા દિવસે વેપારી પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનારે હુમલો કરનાર બન્ને શખ્સો વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





