ગાંધિધામ સુભાષનગરના રહીસો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી રેલી માં દરેક સમાજ ના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેન્ડલ માર્ચ યોજી મૌનપાડી વિરશહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી
જમ્મુ કાશ્મીર ના પુલવામાં સી.આર.પી.એફ.ના જવાનો ઉપર ત્રાસવાદીઓએ કરેલા હુમલા માં 44 સૈનિકો શહીદ થતા સમગ્ર દેશ શોક માં ગરકાવ થઈ ગયો છે ત્યારે। ગાંધિધામ સુભાષનગર સોસાયટી ના સમસ્ત રહીસો દ્વારા મૌન રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સોસાયટી ના નાના મોટા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, તમામ વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી મૌન રેલી માં જોડાયા હતા આ રેલી માં દરેક સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા કે સુભાષનગર ના ઈતિહાસ ની આ સૌથી મોટી રેલી હતી હાજર દરેક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ મૌન રેલી ગરબી ચોક માં તથા વિવિધ શેરી મહોલ્લામાં નિકળી જાહેર માર્ગો ઉપર થઈને ગરબી ચોકમાં કેન્ડલ માર્ચ યોજી મોન પાડી શહીદજવાનો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જ્યા લોકો એ પાકિસ્તાન મુર્દાબાદ,શહીદો અમર રહો,ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા સાથે કેન્ડલ માર્ચ યોજી શહીદો ને શ્રધાંજલી આપી હતી. આ મૌન રેલી માં સમાજ ના દરેક લોકો જોડાયા હતા. જણાવ્યુ હતુ કે પાકિસ્તાન શાન માં સમજી જાય તો સારૂ ભારત દેશ ના દરેક લોકો એક છે તથા જણાવેલ કે ભારતમાં જે ભાઈચારો અમન છે તે વિશ્વના બીજા કોઈ દેશોમાં નથી પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદા માં ક્યારેય ફાવશે નહી. સમગ્ર ભારત દેશ સૈનિકોની પડખે છે. ચુનાવ કો રોક દો પાકિસ્તાન કો ઠોકદો, પાકિસ્તાન મુર્દાબાદ ના નારા બોલી પાકિસ્તાન ને અવળચંડાઈ બંધ કરવાની જરૂર છે નહીતર ઈંટ નો જવાબ પથ્થરથી અપાશે તેમ જણાવ્યુ હતુ.આ પ્રસંગે રાજીવ શર્મા – પ્રમુખ , પંકજ જૈન – ઉપ પ્રમુખ , શૈલેશ પુજારા – ખજાનચી , જયેશ બારોટ – મંત્રી સુભાષ નગર સોસાયટી ગાંધીધામ તથા
મધુકાન્તભાઈ શાહ – ભાજપ અગ્રણી , શંકરભાઇ દક્ષિણી ભાજપ અગ્રણી , રાજેશભાઇ ભારડીઆ – કાઉન્સિલર.સહીત નાના-મોટા સુભાષનગરના વેપારીઓ,આગેવાનો, સોસાયટીના હોદ્દેદારો,રહીસો આ રેલી માં જોડાયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદ,શહીદો અમર રહો ના નારા લગાવી કેન્ડલ પ્રગટાવી શહીદો ને સૌ કોઈ એ અશ્રભીની આંખે શ્રધાંજલી આપી હતી
રિપોર્ટર-એમ.જી.દવે,ગાંધિધામ
મો.7778914488
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




