પાટણા, છટવાડા, અને જુના ઘાંટા ત્રણ જગ્યાએ પોલીસે રેડ કરતા 2.20 લાખનો વિદેશી દારૂ પકડ્યો, ત્રણેય માં દિનેશ વસાવા નું નામ ખુલ્યું પોલીસે તેની શોધખોળ કરતા દિનેશ વસાવા ભૂગર્ભ માં ઉતરી ગયો
રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ નો ધંધો કરતા બુટલેગરો પર નર્મદા પોલીસ વોચ રાખી રેડ પાડી ઝડપી રહી છે ત્યારે છેલ્લા એક સપ્તાહ માં નર્મદા પોલીસ, LCB પોલીસ, SOG પોલીસ ભેગા મળી ત્રણ રેડ કરી હતી, જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચનાથી ડીવાયએસપી રાજેશ પરમાર ના માર્ગ હેઠળ આમલેથા પોલીસ સાથે પાટણા ગામેં થી તેના સાળા રણજીત મફત વસાવા પાસેથી 1,48,750 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવેલ, જ્યારે જૂનાઘાટાં ગામે રહેતા દશરથ ઉર્ફે દિનેશ ભુદર વસાવા પાસેથી 45,600 નો વિદેશી દારૂ ઝડપાયો હતો. જ્યારે છટવાડા ગામેથી 26,400 નો દારૂ ઝડપાયો હતો આ ત્રેણય રેડમાં પોલીસે ત્રણ શકશો ને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે તપાસ કરતા ત્રણેય કેશો માં મુદ્દામાલ ચિત્રોંલ ના દિનેશ શાંતિલાલ વસાવા નો હોવાનું બહાર આવ્યું જેથી નર્મદા પોલીસે આ દિનેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી જે બાબત નો ગુનો નોંધી પોલીસે તપાસ કરતા દિનેશ વસાવા ફરાર થઇ ગયો છે અને ભૂગર્ભ માં ઉતરી જતા પોલીસે તેને ઝડપવા ત્રણ ટીમો બનાવી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





