૧૭૦૦૦ વૃક્ષોની કાપણી: દિલ્હી હાઇકોર્ટે ચાર જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો

0
94

ન્યુ દિલ્હી,તા.૨૫
દક્ષિણ દિલ્હીના વિસ્તારમાં ૭ કોલોની બનાવા માટે ૧૭૦૦૦ ઝાડ કાપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. કોર્ટે કેસની આગળની સુનવણીની તારીખ ૪ જુલાઇ નક્કી કરી છે. આપને જણાવી દઇએ કે બહુમાળી એપાર્ટમેન્ટ અને કોલોની નિર્માણ માટે વૃક્ષો કાપવાનો વિરોધ રસ્તા થઇ લઇ સોશિયલ મીડિયા પર થયો હતો. આ કેસમાં રાજકીય વિવાદ અને આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલુ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ કેસની સુનવણી ૨ જુલાઇના રોજ કરશે.
દિલ્હી હાઇકોર્ટે એનબીસીસીને પૂછયું કે શું દિલ્હી વિકાસ કાર્યો અને રસ્તો બનાવાના નામ પર વૃક્ષોને લઇ કહ્યુ ૨ જુલાઇ સુધી એકપણ ઝાડ કપાવવું જાઇએ નહીં, આ કેસની આગળની સુનીવણી ૪ જુલાઇના રોજ થશે. વૃક્ષો કાપવાના વિરોધમાં દિલ્હીમાં કેટલાંક સામાન્ય લોકોએ ચિપકો આંદોલન જેવી મુહિમ પણ શરૂ કરી છે.
આ બધાની વચ્ચે દિલ્હીમાં ઝાડ કાપવાના નિર્ણય વિરૂદ્ધ આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયા પર મુહિમ શરૂ કરી હતી. આપના પ્રવકતા સૌરભ ભારદ્વાજે કહ્યુ હતું કે દિલ્હી સરકાર અને આપ આ પ્રોજેક્ટની સંપૂર્ણ વિરૂદ્ધ છે. કારણ કે ૧૬ હજારથી પણ વધુ ઝાડ કાપવાથી પર્યાવરણ પર અસર થશે. જે ચોક્કસ દિલ્હીના સામાન્ય લોકોને ભોગવવું પડશે.
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે તેના માટે ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકારને જવાબદારી ઉઠાવતા કહ્યુ કે તેની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકાર અને વન અને પર્યાવરણ મંત્રાલયે કર્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY