સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે ૨૯મી નવેમ્બરે યોજાશે રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા 

0
374

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરશે ઉદઘાટન

સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે ૨૭ જેટલા વિષયો પર તા.૨૯મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે રાજ્યસ્તરીય સ્પર્ધા યોજાશે. રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા તા.૨૯મી નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમિયાન વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય, ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ ખાતે યોજાઇ રહી છે, જેનું ઉદઘાટન એસજીવીપી ગુરુકુળ અમદાવાદના શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસ સ્વામીની ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કરશે.

ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના પ્રમુખ  ગોવિંદભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે આ સ્પર્ધાઓમાં ભારતીય પ્રાચીન શિક્ષા પદ્ધતિ-શલાકા પદ્ધતિના દર્શન થશે. જેમાં ગુરૂજી જે ગ્રંથના પાના પર શલાકા મૂકે તે પાના ઉપરના ઋચાઓ-મંત્રો કે શ્લોક, સ્ત્રોત્ર સ્પર્ધકે મુખપાઠ બોલવો પડે છે અને તેની પ્રસ્તુતિ પરથી જે તે વિષયમાં વિજેતા નક્કી થાય છે. આ સ્પર્ધાઓમાં ૨૭ જેટલા વિવિધ વિષયોને આવરી લેવાશે.

રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિકાસ અર્થે અને વેદ-શાસ્ત્રોના રક્ષણાર્થે શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ, અમદાવાદ દ્વારા પ્રતિ વર્ષ આવા ૨૭ જેટલાં વિષયો ઉપર રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ રાજ્યસ્તરીય સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે આવનારા છવ્વીસ જેટલાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા મોકલવામાં આવે છે. આવી સ્પર્ધાઓમાં ગુજરાતના સરેરાશ સાત થી આઠ વિદ્યાર્થીઓ વિવિધ કૌશલ્ય ઝળકાવીને રાષ્ટ્રીય મેડલ વિજેતા બને છે.

શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ, અમદાવાદ દ્વારા યોજાનારી આ સ્પર્ધાઓ માટે રાજ્ય સરકારે આ વર્ષથી ખાસ અનુદાન પણ ફાળવ્યું છે. આ સ્પર્ધા દ્વારા વાદે વાદે જાયતે તત્વ બોધ: સૂત્ર પ્રમાણે શાસ્ત્રાર્થ દ્વારા જ્ઞાન સંપન્ન બનવાનો પ્રયાસ થશે, સાથે સાથે સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતિના જતન સંવર્ધનનો પ્રયાસ પણ થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY