નિયંત્રક દૂરસંચાર લેખા અમદાવાદ દ્વારા ડિજિટલ ચૂકવણી કાર્યશાળાનું આયોજન કરાયું

0
88

અમદાવાદ:
નિયંત્રક દૂર સંચાર લેખા અમદાવાદ દ્વારા ડિજિટલ ચૂકવણી કાર્યશાળાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો ઉદ્દેશ ભારત સરકારનાં ડિજીટલ ચૂકવણી કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો.
પી. કે. સિંહા, સલાહકાર (નાણાં) સંચાર મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી, આ કાર્યકર્મમનાં મુખ્ય અતિથિ હતા. આ કાર્યશાળામાં ગુજરાત ક્ષેત્રનાં વિવિધ દૂરસંચાર તથા ઈન્ટરનેટ સેવા પ્રદાતા તેમજ કંપનોઓનાં પ્રમુખ વિતરકો અને સેવાનિવૃત્ત કર્મચારી સંગઠનનાં પદાધિકારીઓ તથા અન્ય સરકારી વિભાગનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ કાર્યશાળામાં મૌલિક પટેલ (એનપીસીઆઈ) તથા કે. કે. શ્રીવાસ્તવ, ડેપ્યુટી ચીફ મેનેજર, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા ડિજીટલ ચૂકવણીની વિવિધ પદ્ધતિઓ જેવી કે, ભીમ, આઈએમપીએસ વગેરેની બાબતમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
સિંહાએ પોતાનાં સંબોધનમાં દરેકને વધુમાં વધુ ડિજીટલ ચૂકવણી અપનાવવાની સલાહ આપી, જેથી દેશમાં ખરી ડિજીટલ ક્રાંતિ લાવી શકાય.
નિયંત્રક સંચાર લેખા ડૉ. કમલ કપૂરે કહ્યું કે, ભવિષ્યમાં આ પ્રકારની કાર્યશાળાઓનું આયોજન અન્ય સ્થળો પર પણ કરાશે જેથી વધુમાં વધુ દૂરસંચાર ઉપભોક્તાઓને ડિજીટલ ચૂકવણીની બાબતમાં જાગૃત કરી શકાય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY