નર્મદાના તિલકવાડા અને અમલેથા ની હદ માં બે અકસ્માત માં બે ના મોત એક ને ઇજા 

0
140

રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ડાભેડ ગામના બસ સ્ટેન્ડ પાસે થી બે મિત્રો પૈકી રાહુલ વાનજી તડવી અને સતીશ સોમા તડવી બાઈક પર દેવળીયા થી ગરુડેશ્વર જતા હતા તે સમયે પાછળ થી એક અજાણ્યા આઇવા ટ્રક ચાલકે ટક્કર મારતા બંને મિત્રો ફંગોળાઈ જતા રાહુલ તડવી ને ઇજા થઈ જયારે તેની સાથે બાઈક પર બેઠેલા સતીશ તડવી ( રહે ,માકડાઆંબા) નું ટ્રક નીચે દબાઈ જતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયું હતું જેમાં તિલકવાડા પોલીસે રાહુલ તડવી ની ફરિયાદ ના આધારે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્દ ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે 

જયારે બીજો અકસ્માત આમલેથા માં થયો જેમાં બાઈક લઈ જતા નટવર ભિખા વસાવા એ પોતાની બાઈક પુરપાટ હંકારતા સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમિયાન મોત થતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY