અમદાવાદ હિટ એન્ડ રન : રિક્ષાને અડફેટે લઈ કારસવાર મહિલા ફરાર

0
69

અમદાવાદ,
તા.૨૮/૦૩/૨૦૧૮

અમદાવાદ કોર્પોરેટ રોડ પર સવારે રીક્ષાને કારે સામેથી ટક્કર મારી હતી. કોર્પોરેટ રોડ પર કારની ટક્કરથી રીક્ષા બુકડો બોલી ગઈ હતી. રીક્ષામાં સવાર ડ્રાયવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા વળી ગયા હતા. જાકે અકસ્માત સર્જીને મહિલા ડ્રાઈવરે તેની સાથે રહેલા વ્યક્તિને ડ્રાઈવિંગ સોંપી દીધું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી.

જીજે ૦૧ ડીવી ૮૫૮૯ નંબરની રીક્ષાને ટક્કર મારનાર કારની ચાલક મહિલા કોણ હતી તે સવાલ છે. જીજે૦૧ આરવી ૧૩૫૧ નંબરની કાર કોની છે તેનો માલિક કોણ છે એ મોટો સવાલ છે. અકસ્માત સર્જીને નાસી છૂટનાર મહિલા અને તેની સાથે રહેલો સહાયક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી રફૂચક્કર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો મહિલા કાર ડ્રાઈવિંગ શીખી રહી હતી.

કારની ટક્કરથી રીક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેનામાથામાંથી લોહી નીતરતું હતું જ્યારે તેના પગ ઈજાને પગલે હલનચલન કરી શકતા ન હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી ૧૦૮ની ટીમે પ્રાથમિક સારવાર બંને ઈજાગ્રસ્તોને હોસ્પટલ ખસેડ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY