અંકલેશ્વરની બે કંપનીમાં આગ લાગતાં અફડાતફડી મચી

0
114

અંકલેશ્વર,
તા.૨૮/૦૩/૨૦૧૮

ગુજરાતમા યલ્લો એલર્ટ જાહેર કરી દેવાયું છે. છેલ્લાં કેટલાક દિવસોથી આગ લાગવાના બનાવો સતત વધી રહ્યાં છે. કારમાં આગ, જંગલમાં આગ, કંપનીઓમાં આગ લાગવાના બનાવોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે હવે અંકલેશ્વરમાં ગણતરીના કલાકોમાં જ બે અલગ અલગ કંપનીઓમાં આગ લાગવાના બનાવો વધ્યા છે. અંકલેશ્વરમાં લાકડાના ગોડાઉનમાં તેમજ સૂર્યા લાઈફ નામની કંપનીમાં આગ લાગી છે.

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં સવારે લાકડાના એક ગોડાઉનમાં આગ લાગી હતી. લાકડુ હોવાથી જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને પગલે અંકલેશ્વરનું ફાયર બ્રિગેડનુ તંત્ર દોડતું થયું હતું. ૩ ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવ્યો હતો.

તો બીજી તરફ, અંકલેશ્વરની સૂર્યા લાઈફ કંપનીમાં પણ આગ લાગી હતી. આગ લાગતા જ દોડધામ મચી હતી. જેને પગલે ફાયર ફાઈટર દોડતા થઈ ગયા હતા. આ કંપની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં જ આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY