કુંકાવાવમાં દીપડાએ ૬ વર્ષના બાળકને શિકાર બનાવતા અરેરાટી

0
72

અમરેલી,
તા.૨૮/૦૩/૨૦૧૮

અમરેલીના કુંકાવાવમાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં એક બાળક દીપડાનો શિકાર બન્યું હતું. વાડીમાં સૂતી ૬ વર્ષની બાળકને દિપડો લઈ ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘા પીપળિયા ગામે દીપડાએ બાળકનો જીવ લીધો હતો. પીપળીયા ગામે પર પ્રાંતીય એક પરિવાર વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમનો ૬ વર્ષનો બાળક સૂઈ રહ્યો હતો, ત્યારે ત્યાં અચાનક દીપડો આવી ચઢ્યો હતો, અને સુતેલા બાળકને ઉપાડીને લઈ ગયો હતો. બાળકને લઈ જતા તરત જ પિતાએ દીપડા પાછળ દોટ મૂકી હતી, પરંતુ પિતાના પ્રયાસો નકામા ગયા હતા. દીપડાના હુમલાથી બાળકના પ્રાણ જતા રહ્યા હતા.

બાળકના મૃતદેહને ઁસ્ અર્થે હોસ્પટલમાં ખસેડાયો હતો. આ બનાવ બાદ વાડી વિસ્તારમાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી ફરી ગઈ છે. હાલ વન વિભાગ અને સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY