વાશિંગ્ટન,તા.૧૯
ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અમેરિકાની નાગરિકતા લેવાનું મુશ્કેલ થઇ ગયુ પરંતુ આંકડા જણાવે છે કે વર્ષ ૨૦૧૭ દરમિયાન આમાં ૧૦ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે કુલ ૫૦,૮૦૨ ભારતીયોને અમેરિકાની નાગરિકતા મળી હતી. આ મામલામાં ભારત, મેક્સિકો પછી બીજા સ્થાન પર છે.
રિપોર્ટ પ્રમાણે નેચરલાઇઝેશનના મામલામાં સૌથી મહત્તમ વધારો મેક્સિકોનો છે. ૨૦૧૭માં અમેરિકાની નાગરિકતા મેળવનાર મેક્સિકો ની સંખ્યામાં ૧૪ ટકા એટલે ૧૫,૯૦૦નો વધારો થયો છે. જે પછી ૧૦ ટકા એટલે ૪૬૧૪ની સાથે ભારત બીજા નંબરે છે. પાંચ ટકા વધારો એટલે ૧૮૮૦ લોકોની સાથે ચીન ત્રીજા નંબર પર છે.
જાકે વિત્તવર્ષ ૨૦૧૭માં યુએસ નેચરલાઇઝેશન મેળવનારની સંખ્યામાં કડાકો નોંધાયો છે પરંતુ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડસિક્યોરિટી દ્વારા જાહેર ડેટા પ્રમાણે ભારતીયોની સંખ્યામાં ૧૦ ટકા વૃદ્ધિ થઇ છે. ૫૦૮૦૨ ભારતીયોને અમેરિકી નેચરલાઇઝેશન મળ્યું છે. ૧ ઓક્ટોબર ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ વચ્ચે કુલ સાત લાખ લોકોને અમેરિકાની સરકાર દ્વારા નાગરિકતા આપવામાં આવી છે જેમાં ૭ ટકા ભારતીય છે. પહેલના વર્ષની સરખામણીમાં ૨૦૧૭માં ૪૬૦૦થી વધારે ભારતીયોને અમેરિકાની નાગરિકતા મળી છે.
નેચરલાઇઝેશનની પ્રક્રિયા અંતર્ગત વિદેશી નાગરિકો દ્વારા જરૂરી દસ્તાવેજ પુરા કરવાની સ્થિતિ માં તેમને અમેરિકાની નાગરિકતા આપવામાં આવી છે. સામાન્ય રીતે અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સને જ યુએસની નાગરિકતા આપવામાં આવી છે. ગ્રીન કાર્ડ અમેરિકામાં કામ કરવા અને રહેવા માટેનું પરમિટ છે.
જાકે અમેરિકાની નાગરિકતાના લંબિત આવેદાનોની સંખ્યા પણ સતત વધતી જાય છે. આ સમયે અમેરિકાની પાસે ૭ લાખથી વધારે નાગરિકતાની અરજીઓ પડી છે. પહેલાના વર્ષોની જા વાત કરીએ તો ૨૦૧૫ની સરખામણીમાં લંબિત અરજીઓની સંખ્યામાં ૯૩ ટકાનો વધારો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



