હની ટ્રેપ મામલે બીએસએફ જવાનની યુપી એટીએસે ધરપકડ કરી

0
53

લખનઉ,તા.૧૯
હની ટ્રેપ મામલે એક બીએસએફ જવાનની યુપી એટીએસે નોઇડાથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આઇએસની એક મહિલા એજન્ટે કોન્સ્ટેબલ અચ્યુતાનંદ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી ગુપ્ત માહિતી મેળવી આએસને મોકલતી હતી.
ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે, આરોપી સાથે પૂછપરછ ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીએ સ્વીકાર્યું કે, તેણે ભારતીય સેનાના મહત્વના સ્થળો, ગુપ્ત માહિતી અને બીએસએફ અને સેનાના ટ્રેનિંગ કેન્દ્રો અંગેની માહિતી આઇએસને આપી હતી. તેમણે જણાવ્યું છે કે, પૂછપરછમાં સામે આવ્યું છે કે, આઇએસની એક મહિલા એજન્ટે કોન્સટેબલ સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. અચ્યુતાનંદ સેનાના અત્યંત મહત્વનાં દસ્તાવેજા મહિલાને પૂરા પાડતો હતો.
ઓપી સિંહે જણાવ્યું કે, અચ્યુતાનંદના બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. જેનાથી જાણ થશે કે તેની માહિતીના બદલે આઇએસ પાસેથી કોઇ રકમ પ્રાપ્ત થઇ છે કે નહી. આરોપી જવાન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરાયો છે.
ડીજીપીએ જણાવ્યું કે, આરોપી મધ્યપ્રદેશના રીવા વિસ્તારનો રહેવાસી છે. આરોપી વર્ષ ૨૦૦૬માં બીએસએફમાં ભરતી થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, અચ્યુતાનંદે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. એટીએસનાં પોલીસ કમિશ્નર મનીષ સોનકરની આગેવીની હેઠળ ટીમે આરોપીની ધરપકડ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY