WTO માં અમેરિકા સામે રજૂઆત કરવા ચીન તૈયાર

0
29

નવીદિલ્હી, તા. ૬
ટ્રેડવોરની શરૂઆત થયા બાદ ચીન લડાયક મૂડમાં દેખાઈ રહ્યું છે. ચીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે આ મામલાને ડબલ્યુપીઓની બેઠકમાં પણ ઉઠાવશે. આનાથી દુનિયાના દરેક દેશને માઠી અસર થશે. અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાની સાથે સાથે કાઉન્ટર પ્રોડક્ટીવ ઇમ્પોર્ટ ટેરિફની સીધી અસર થશે. ૮૦૦ ચીની પ્રોડક્ટ ઉપર અસર થનાર છે. બીજી બાજુ અમેરિકા ૧૬ અબજ ડોલરની અન્ય ચીની પ્રોડક્ટ ઉપર પણ ટેરિફ લાગૂ કરવાની તૈયારીમાં છે. ચીનમાં કામ કરતી અમેરિકી કંપનીઓ ઉપર ચીન દબાણ લાવવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. ટ્રેડવોરની Âસ્થતિ છે ત્યારે એક ચીની કંપની ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાન માટે ધ્વજ બનાવી રહી છે. ૨૦૨૦માં બીજી વખત ચૂંટાઈ આવવાના પોતાના અભિયાન માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચીની કંપની પાસેથી ધ્વજ બનાવી રહ્યા છે. ખેંચતાણના દોર વચ્ચે ટ્રમ્પના આ નિર્ણયને આશ્ચર્યજનક ગણવામાં આવે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY