લગ્નનાં દસ વર્ષ બાદ ટીવી સ્ટાર સારા અરફીન માતા બનશે

0
7

મુંબઈ,તા.૧૭
ટીવી સિરિયલ જમાઇ રાજાથી રાતોરાત ઘરે ઘરે જાણતી થઇ ગયેલી ટીવી સ્ટાર સારા અરફીન લગ્ન કર્યાં બાદ દસ વરસે માતા બનવા જઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
ખુદ સારાએ એક અંગ્રેજી દૈનિકને આપેલી માહિતી મુજબ એને ગાયનેકોલોજિસ્ટે જુલાઇની તારીખ આપી છે. એટલે કે જુલાઇમાં એ પોતાના પ્રથમ સંતાનને જન્મ આપશે. એણે લંડનથી ફોન પર આ માહિતી આપતાં કહ્યું કે પુત્ર આવે યા પુત્રી, અમને ફરક પડતો નથી. અમે આવનાર બાળકને પ્રભુની પ્રસાદી સમજીને સ્વીકારી લઇશું. આ અત્યંત અંગત બાબત છે અને મેં ખૂબ નિકટનાં સ્વજનો તથા દોસ્તો સિવાય કોઇને આ માહિતી આપી નથી. એણે કહ્યું હતું કે પ્રેગનન્ટ થઇ ત્યારે શરૃમાં મને કશું સમજાતું નહોતું. પરંતુ જેમ જેમ સમય થતો ગયો અને ગર્ભમાં બાળક હિલચાલ કરતું થયું ત્યારે મારા આનંદનો પાર ન રહ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY