અમેરિકાએ ઇરાન સામેના તણાવ વચ્ચે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જહાજ-મિસાઇલ તૈનાત કર્યા

0
7

વાશિંગ્ટન,તા.૧૧
ઈરાન સાથે વધતાં તણાવ વચ્ચે અમેરિકાએ સંભવિત હુમલાનો સામનો કરવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પેન્ટાગોને કહ્યું કે, અમેરિકી સેના સામે ઈરાનના કોઈ પણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે પશ્ચિમ એશિયામાં વધુ એક યુધ્ધ જહાજ અને પેટ્રિઓટ મિસાઈલને તહેનાત કરવામાં આવી રહી છે. ગત વર્ષના મેમાં પરમાણુ કરારમાંથી અમેરિકા દૂર થઈ જતાં અને ઈરાન પર પ્રતિબંધ થોપતાં બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
પેન્ટાગોને શુક્રવારે કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં પહેલેથી વિમાનવાહક જહાજ અબ્રાહમ લિંકન અને બી-૫૨ વિમાનોનો સાથ આપવા માટે જીજી આર્લિગ્ટન અને પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમને તહેનાત કરવામાં આવી છે.
ઈરાન તરફથી આક્રમક તૈયારીઓનાં સંકેતો મળ્યા બાદ અમેરિકી સેનાના બચાવ માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. ઈરાનની સાથે અમેરિકા ટકરાવ નથી ઈચ્છતું, પણ ક્ષેત્રમાં પોતાના સુરક્ષા બળોની રક્ષા માટે તે તૈયાર છે. આ પહેલાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ગુરુવારે સખ્ત શબ્દોમાં ઈરાનને ચેતાવણી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, તેહરાનમાં બેઠેલી સરકારને એ સમજી લેવું જોઈએ કે, ઈરાન તરફથી અમેરિકાના હિતો કે નાગરિકો સામે કોઈ હુમલો થશે તો અમેરિકા ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહી કરીને તેનો જવાબ આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY