અમેરિકાની ધમકીની ઐસી તૈસી

0
27

હથિયારોની સોદાબાજી મામલે અમેરિકા સરકારની નવી નીતિ હવે ધારણા પ્રમાણે જ રંગ દર્શાવવા લાગી ગઇ છે. પરંતુ ભારતને તેની નીતિ પર ધ્યાન આપવાના બદલે પોતાની નીતિ પર આગળ વધવાની જરૂર દેખાઇ રહી છે. કોઇની સાથે ભારતે શ† અને હથિયાર સમજુતી કરવી જાઇએ અને કોની સાથે નહીં તે ભારતની આંતરિક બાબત અને તેની પસંદગી સાથે સંબંધિત મામલો છે. કોઇ પણ ચીજનુ વેચાણ કરનાર દુકાનકાર જે રીતે ખરીદનારને તેના ત્યાથીજ કોઇ ચીજ ખરીદવી જાઇએ તે અંગે દબાણ લાવી શકે નહી તેવી જ રીતે ભારત પર પણ દુનિયાના કોઇ પણ દેશ હથિયારો ક્યાંથી ખરીદવા જાઇએ તે અંગે ફરજ પાડી શકે નહીં. હવે અમેરિકાએ આશ્ચર્યજનક રીતે વાત કરીને તમામને આશ્ચર્યચકિત અને નારાજ કરી દીધા છે. અમેરિકાએ કહ્યુ છે કે જા ભારત રશિયાની સાથે કરવામાં આવેલા એસ-૪૦૦ બેલાસ્ટિક મિસાઇલ સિસ્ટમને ખરીદવા માટેની સમજુતી પર આગળ વધે છે તો આર્મ્ડ ડ્રોન અને ઉચ્ચ ટેકલોલોજીવાળા અન્ય લશ્કરી સાધનોના પુરવઠાને તે રોકી દેશે. ભારત અને રશિયા વચ્ચે એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ માટે ૪૦૦૦૦ કરોડની સમજુતી થઇ ચુકી છે. તેની સત્તાવાર જાહેરાત ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન વચ્ચે મુલાકાત થાય તેના પહેલા કરવામાં આવનાર છે. અમેરિકા તરફથી ભારતને જે ચેતવણી આપવામાં આવી છે તે તેના માથા પર બન્દુક મુકવા સમાન છે. તેના લમણા પર બન્દુક કોઇ દેશ મુકે તે બાબતને બિલકુલ ચલાવી લેવાય નહી. અમેરિકામાં નિર્મિત આ ડ્રોન પણ ભારત માટે ઉપયોગી છે. આનો ઉપયોગ સરહદ અને આંતરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવનાર છે. ત્રાસવાદીઓની ઘુસણખોરીને રોકવા માટે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. ત્રાસવાદીઓની ઘુસણખોરી સરહદ પર વધી રહી છે ત્યારે આ હથિયારો અને ડ્રોન ભારત માટે ચોક્કસપણે ઉપયોગી છે. ઘુસણખોરીને રોકવા માટે અંકુશ રેખા નજીક ત્રાસવાદીઓના લોન્ચિંગ પેડની સામે ઓપરેશન હાથ ધરવામાં આ હથિયારો ઉપયોગી છે. સાફ છે કે અમેરિકાના આ વલણના કારણે ભારત હાલમાં દુવિધાભરી સ્થિતીમાં છે. ભારતની ગણતરી દુનિયામાં સૌથી મોટા હથિયાર ખરીદનાર દેશ પૈકી એક તરીકે થાય છે. અમેરિકા અને રશિયા બંને સાથે તેના ખુબ સારા સંબંધ છે. જા કે આવી સ્થિતી અગાઉ ક્યારેય ઉભી થઇ નથી કે કોઇ દેશે કોઇ અન્ય દેશ પર હથિયારોની ખરીદી અને સમજુતી માટે કોઇ શરત લાગુ કરવાના પ્રયાસ કર્યા છે. થોડાક સમય પહેલા અમેરિકામાં કાઉન્ટરિંગ અમેરિકાજ એડવાઇઝરી થ્રુ સેક્સન્સ એક્ટ પાસ કરવામાં આવ્યા બાદ હથિયારોની સમજુતીને લઇને અમેરિકાની નવી નીતિ રંગ દર્શાવી રહી છે. અમેરિકામાં આ નવી નીતિ અમલી કરવામાં આવ્યા બાદથી જ એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રશિયાની સાથે હથિયારોની સોદાબાજીને લઇને ભારતને પણ અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જા કે આની અસર એટલી હદ સુધી રહેશે તેવી કોઇએ ગણતરી કરી ન હતી. આજની દુનિયામાં કોઇ પણ દેશ કોઇ અન્ય દેશ પર સંરક્ષણ સંબંધી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અને અન્ય પ્રાથમિકતાઓના મામલે દરમિયાનગીરી કરી શકે નહી. આ વાત ભારતે પહેલા પણ ઇશારામાં અનેક વખત કરી છે. હાલમાં ઇરાનના વિદેશ પ્રધાન સાથે પોતાની વાતચીત દરમિયાન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સાફ શબ્દોમાં નિવેદન કર્યુ હતુ. તેમના નિવેદનને આ મામલે સત્તાવારા નિવેદન તરીકે ગણી શકાય છે. સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે અમે માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાગુ કરવામાં આવતા પ્રતિબંધને માન્યતા આપીએ છીએ. અન્ય કોઇ દેશના પ્રતિબંધ પર કોઇ પણ રીતે ધ્યાન આપતા નથી. સુષ્માએ આ નિવેદન કરીને અમેરિકાને સાફ સંદેશો આપી દીધો છે. ભારત અને રશિયા વચ્ચે હમેંસા ખુબ સારા સંબંધ રહ્યા છે. આ સંબંધ હમેંશા પારસ્પિક હિતના રહ્યા છે. રશિયા હમેંશા ભારતની સાથે રહ્યુ છે. બીજી બાજુ ત્રાસવાદી સહિતના મુદ્દા પર અમેરિકાનુ વલણ હજુ ભારત તરફી દેખાતુ નથી. આવી સ્થિતીમાં રશિયા પર વધારે વિશ્વાસ સરકાર રાખે તેમ તમામ લોકો અભિપ્રાય આપે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY