મુખ્યમંત્રી નાયડુ પર આંગળી ચિંધરનાર મુખ્ય પૂજારાની હકાલપટ્ટી કરાઈ

0
12

તિરુપતિ બાલાજી મંદિરમાં ૧૦૦ કરોડ કૌભાંડ સામે આવ્યું
અમરાવતી,તા.૨૨
દુનિયાના સૌથી ધનિક મંદિરો પૈકીના ક તિરુપતિ બાલાજી મંદિરનો રૂ.૧૦૦ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. આ ખુલાસો ખુદ મંદિરના મુખ્ય પુજારી રમન્ના દીક્ષિતુલૂએ કર્યો છે. પુજારીના અનુસાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ મંદિરના નાણાંનો દુરુપયોગ કરે છે. જાકે આ ખુલાસા બાદ પુજારીની હકાલપટ્ટી કરી દેવાઈ છે. એવું પણ કહેવાઈ રહ્યુ છે કે, કર્ણાટક ચૂંટણી બાદ તિરુપતિ ગયેલા અમિત શાહના સ્વાગતથી નારાજ થઈને મુખ્ય પુજારી સામે અચાનક આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. પરંતુ ચંદ્રબાબુ નાયડૂના નેતૃત્વની આંધ્ર પ્રદેશ સરકાર પુજારીના આ આરોપોને પાયાવિહોણા વર્ણવે છે.
સરકારની માનીએ તો વર્ષ ૨૦૧૦માં ટીટીડી બોર્ડએ ૬૫ વર્ષથી વધુ ઉમરના લોકોને રિટાયર કરવાનો નિર્ણય કર્યો હતો અને ઉલ્લેખનીય છે કે મુખ્ય પુજારી ૭૨ વર્ષના થઈ ગયા છે તેથી તેમને સેવાનિવૃત્ત કરીને નવા મુખ્ય પુજારી નિયુક્ત કરાયા છે. આ પ્રાચિન મંદિરમાં ગરીબો સાથે મોટા મોટા કારોબારી, ફિલમી સિતારાઓ અને રાજનેતાઓ દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષે લાખો લોકો તિરુમાલાના પહાડો પર તેના દર્શન કરવા જાય છે. તિરુપતિના આટલા પ્રચલિત થવા પાછળ ઘણી કથાઓ છે અને માન્યતાઓ છે. આ મંદિરથી ઘણી બધી માન્યતાઓ જોડાએલી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY