ભારત અમારી પાસેથી એફ-૧૬ વિમાનો ખરીદે તો પ્રતિબંધમાંથી મુક્તિ : અમેરિકા

0
32

વોશિંગ્ટન,તા.૨૦
તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે થયેલા સોદા બાદ અમેરિકા ભારત પર પ્રતિબંધો મુકશે કે કેમ તેના પર બધાની નજર છે.
જાકે અમેરિકા હવે સોદાબાજી પર ઉતરી આવ્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સિંગાપુરમાં ભારતના અને અમેરિકાના સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમન તેમજ જેમ્સ મેટિસ વચ્ચે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં એસ-૪૦૦ મિસાઈલ ખરીદીનો મુદ્દો ચર્ચાયો હતો.એવુ મનાય છે કે જેમ્સ મેટિસે એવી ઓફર કરી છે કે જા ભારત અમેરિકા પાસેથી એફ-૧૬ વિમાન ખરીદે તો ભારતને અમેરિકા પ્રતિબંધના કાયદો અમેરિકાઝ એડવર્ઝરીઝ એક્ટમાંથી મુક્તિ આપશે.
જાકે ભારતને એફ-૧૬ વિમાનો ખરીદવામાં રસ નથી.કારણકે પાકિસ્તાન પણ અમેરિકન બનાવટના એફ-૧૬ વિમાનોનો વર્ષોથી ઉપયોગ કરી રહ્યુ છે.
અમેરિકાએ ઘડેલા કાયદા પ્રમાણે અમેરિકાના દુશ્મન દેશો સાથે વેપાર કરનાર દેશો પર પ્રતિબંધ મુકવાની જાગવાઈ છે.જેમાંથી કોઈ દેશને મુક્તિ આપવી કે નહી તેનો અંતિમ નિર્ણય અમેરિકન પ્રમુખના હાથમાં હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY