ના..હોય…દિશા પટનીએ અક્ષય કુમાર સાથેની ફિલ્મ જતી કરી..!!

0
22

મુંબઈ,તા.૨૦
બાગી ટુથી રાતોરાત એ લિસ્ટની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી દિશા પટનીએ ટોચના અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ કેમ જતી કરી હતી એનું રહસ્ય હવે ખુલ્યું હતું.
બાગી ટુ સુપરહિટ નીવડયા બાદ દિશાને સુપર સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મ મળી હતી એટલે એ ખુશ હતી. દરમિયાન, એને મોખરાના ફિલ્મ સર્જક આર બાલ્કીની એક ફિલ્મની આૅફર આવતાં એ ઉત્તેજિત થઇ ગઇ હતી. એને સ્ક્રીપ્ટ પણ ગમી હતી. પરંતુ સ્ક્રીપ્ટ વાંચતી વખતે એના ધ્યાનમાં એક હકીકત આવી હતી કે આ ફિલ્મમાં એક નહીં ત્રણ ચાર અભિનેત્રી છે. મુખ્ય રોલ વિદ્યા બાલન કરવાની છે એટલે કે દિશા સેકંડ કે થર્ડ લીડની હીરોઇન હોઇ શકે.
ઉપરાંત હીરો અક્ષય કુમાર હતો એટલે મોટે ભાગે અક્ષયની આસપાસ કથા ફરતી હોઇ શકે. અગાઉ થયેલી જાહેરાત મુજબ ટોયલેટ એક પ્રેમ કથા અને પેડમેનની જેમ આ ફિલ્મ પણ સામાજિક ઉદ્દેશ ધરાવતી ફિલ્મ હશે. એટલે અક્ષય અને વિદ્યાની તુલનાએ અન્ય કલાકારોને ઝાઝું ફૂટેજ મળવાની શકીયતા આપોઆપ ઘટી જાય . એ સંજાગોમાં આ ફિલ્મ જતી કરી શકાય છે એવું દિશાને લાગતાં એણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી એવી માહિતી હવે મળી હતી.
દિશાએ નીરજ પાંડેની એમ એસ ધોની- ધી અનટોલ્ડ સ્ટોરી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY