અમદાવાદ,તા.૨૨
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે ત્યારે અમદાવાદ શહેર ભાજપના ઉપપ્રમુખ અને અમિત શાહના ખાસ ગણાતા હિતેશ બારોટ ફેસબુક પર પોસ્ટ કરીને અમિત શાહને ભગવાન કૃષ્ણ અને નરેન્દ્ર મોદીને અર્જુન બનાવી દેતા વિવાદ ઊભો થયો છે.
અમદાવાદ શહેર ભાજપના ઉપાધ્યક્ષ હિતેશભાઈ બારોટ આજે ફેસબુક પર મુકેલી એક પોસ્ટમાં અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ ઉચ્ચ સ્થાન આપીને તેમને કૃષ્ણ ભગવાન બનાવી દીધા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્જુન બનાવ્યા હતા આમ ભાજપના નેતાઓએ પોતાના હાઈ કમાન્ડને ભગવાન બનાવીને એક નવો ચીલો ચાતરવાનું શરૂ કર્યું છે જેમાં અમિત શાહને નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ ઉચ્ચ હોદ્દો આપવા માટેની કોશિશ શાહના નજીકના લોકોએ શરૂ કરી છે.
હિતેશ બારોટ અમદાવાદ શહેર ભાજપના ઉપપ્રમુખ તેમજ અમિતશાહનો ખાસ છે. તેમણે ફેસબુક પર અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ આપતા એક વિવાદિત પોસ્ટ કરી છે, જેમા તેમણે અમિતશાહને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સરખાવ્યા તેમજ પીએમ મોદીને અર્જૂન સાથે સરખાવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





