પ્રેમિકાને રૂપાલની પલ્લી જાવા લઈ જવા માટે યુવકે બાઈક ચોર્યું

0
12

અમદાવાદ,તા.૨૨
પ્રેમી માટે પ્રેમિકા કે પ્રેમી પ્રેમિકા માટે ગમે તે સ્તર સુધી પહોંચી જતો હોય છે. તેઓ પ્રેમમાં આંધળાં બની તેમના પ્રેમ માટે ગુનાઇત પ્રવૃત્તિ પણ કરી બેસતા હોય છે. શહેરના સાબરમતી વિસ્તારમાં સગીર પ્રેમિકાને રૂપાલની પલ્લી જાવા લઈ જવા માટે યુવકે બાઈક ચોર્યું હોવાની ઘટના સામે આવી છે.
આખી રાત બંને પ્રેમીપંખીડાં ફર્યા બાદ સવારે ઘરે પરત આવતાં ખુદ બાઇકના માલિકે બંનેને ઝડપી લીધાં હતાં. બાઈક માલિકે આરોપીને ઝડપીને પોલીસ ફરિયાદ નોંધાવતાં સાબરમતી પોલીસે ગુનો નોંધી ચોર પ્રેમીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ સાબરમતી વિસ્તારમાં સાબરમતી કોલેજ પાસે આવેલા ઋષભ એપાર્ટમેન્ટમાં રહેતા અને કોલેજ પાસે જ સોનીની દુકાન ધરાવી વ્યવસાય કરતા સતીશભાઈ પ્રેમચંદભાઈ સોનીએ ૧૮ ઓક્ટોબરના રોજ રાતે તેમનું બાઈક ફ્લેટના પા‹કગમાં મુકયું હતું.
વહેલી સવારે છ વાગ્યે સતીશભાઈ મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે પા‹કગમાં તેમનું બાઈક ગાયબ જણાયું હતું. બાઈક ચોરી થઇ જતાં તેઓઓ આસપાસના પા‹કગમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાઈક મળ્યું ન હતું. બાઈક શોધવા માટે તેઓ આસપાસમાં અને રામનગર વિસ્તારમાં શોધવા માટે નીકળ્યા હતા.
દરમિયાનમાં તેમના એક ઓળખીતા મિત્રને તેઓએ વાત કરતાં તેમણે કબીરચોક બાજુ એક યુવકને બાઈક લઇ જતાં જાયો હતો તેમ જણાવ્યું હતું. સતીશભાઈ તેમના મિત્રોને લઇ અને બાઈક શોધતાં શોધતાં બાઈક ચોરી કરનાર યુવકની સગીર પ્રેમિકાના ઘરે પહોંચ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY