ક્રિકેટ માટે હવે મારી પાસે બસ થોડા જ વર્ષો બાકી છે : કોહલી

0
6

ગૌહાટી,તા.૨૨
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન ડેમાં આક્રમક બેટિંગ કરતા કરિયરની ૩૬મી વન ડે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ૧૪૦ રન બનાવ્યા હતા અને તેને ૧૦૭ બોલની ઇનિંગમાં ૨૧ ફોર અને ૨ સિક્સર ફટકારી હતી. વિરાટને આ ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામે ૮ વિકેટે જીત બાદ વિરાટ કોહલીએ મોટુ નિવેદન આપ્યુ છે. કોહલીએ માન્યુ છે કે આ રમતનો આનંદ લેવા માટે તેની પાસે કેટલાક વર્ષ જ બાકી છે. કોહલીએ કહ્યું કે, ‘આ રમતનો આનંદ લેવા માટે મારી કરિયરમાં કેટલાક વર્ષ જ બાકી છે. દેશ માટે રમવુ ગર્વ અને એક મોટુ સન્માન છે. તમે કોઇ પણ રમતને નબળાઇથી લેવાનું જાખમ નથી ઉઠાવી શકતા.’વિરાટ કોહલીએ કહ્યું, ‘રમત પ્રત્યે ઇમાનદાર હોવુ જાઇએ અને આ તે સમય છે જ્યારે રમત તમને પરત આપે છે. હું એવુ કરવાનો પ્રયાસ કરૂ છુ. આ મારો વિચાર છે, કારણ કે તમે ભારત માટે રમી રહ્યાં છો અને દરેકને આવુ કરવાની તક નથી મળતી.’
વિરાટ કોહલીએ માન્યુ કે રોહિત શર્માના પિચ પર રહેવાથી બેટિંગ કરવી આસાન બની જાય છે. કોહલીએ કહ્યું, ‘આ જીત અમારી માટે શાનદાર રહી, હું સમજુ છુ કે વેસ્ટ ઇન્ડીઝે પણ શાનદાર બેટિંગ કરી અને ૩૨૦થી ઉપરનો પડકાર હંમેશા મુશ્કેલ હોય છે પરંતુ અમે જાણતા હતા કે એક સારી ભાગીદારી થઇ તો અમે મેચ જીતી જઇશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY