નશામાં ધૂત નરાધમે પથારીમાં પડેલી ૮૬ વર્ષની બીમાર માતા સાથે દુષ્ક્રર્મ આચર્યુ

0
9

હે રામ………..ઘોર કળિયુગ!!
અમરાવતી,તા.૧૨
આંધ્ર પ્રદેશમાં એક અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નરાધમે માતાનું ધાવણ લજવ્યું છે. અહીં એક યુવકે જ સગી જનેતાની આબરૂ લૂંટી હતી.
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જીલ્લામાં દારૂના નશામાં પથારીવશ પડેલી વૃદ્ધ અને બિમાર એવી ૮૬ વર્ષની માતા પર જ દુષ્કર્મ આચર્યું હતું. પીડિત માતાએ પાડોશીને આ બાબતની જાણકારી આપી હતી. ત્યાર બાદ એક સામાજીક કાર્યકર્તાની મદદથી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. પાડોસીઓએ ૪૮ વર્ષીય આરોપીના દિકરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધી આરોપીની તપાસ આદરી છે.
સમગ્ર ઘટના અકુનુર ગામની છે. આરોપી ટ્રક ડ્રાઈવર છે. તેના લગ્ન થઈ ચુક્્યા છે અને બે બાળકો પણ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા જ આરોપીનો તેની માત્રા સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તે ટ્રક લઈને ઓરિસ્સા ગયો હતો. જ્યાંથી તે ગઈ કાલે સોમવારે જ પરત્ગ ફર્યો હતો. આરોપીએ ખુબ જ દારૂ પીધો હતો. દારૂના નશામાં જ તેણે સગી માતા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની ૮૬ વર્ષિય વૃદ્ધ માતા અનેક પ્રકારની બિમારીઓનો શિકાર છે. હાલ તેપથારીવશ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેના પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો છે. મહિલાનું નિવેદન પણ નોંધી લેવામાં આવ્યું છે. ત્રણ ભાઈઓમાંથી સૌથી નાના ભાઈ એવા આરોપીની પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY