એકસાથે ૧૪ સિંહોનું ટોળું દેખાતા લોકોના શ્વાસ અદ્ધર થયા

0
9

અમરેલી,તા.૧૭
જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારોમાં સાવજાના આંટાંફેરા વધી ગયા છે. રહેણાંકમાં સાવજાએ દેખા દીધા હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આજે ગીરના સિંહોના ત્રણ અલગ અલગ વીડિયો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને રોમાંચક વીડિયો ૧૪ સિંહોના ટોળાના રહ્યો હતો.
અમરેલીના રાજુલામાં આવેલા રામપરા ભેરાઈમાં એકસાથે ૧૪ સાવજાએ દેખા દેતા લોકોમાં અફરા તફરી મચી હતી. વહેલી સવારે ભેરાઈ રોડ પર એકસાથે ૧૪ સાવજા ચઢી આવ્યા હતા. રસ્તા પર સાવજાએ આંટાફેરા શરૂ કરતા થોડા સમય માટે વાહન ચાલકોની અવરજવર પણ અટકી પડી હતી. ત્યારે એકસાથે ૧૪ સિંહોનું ટોળુ જાઈને જ્યાં લોકોના શ્વાસ અદ્ધ થઈ ગયા હતા, તો બીજી તરફ તેઓ આટલુ મોટુ સિંહ ટોળુ જાઈને ખુશ પણ થઈ ગયા હતા.
હાલમાં જ અમરેલીમાં બે સિંહનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં વહેલી સવારે આંટાફેરા મારતા સાવજા કેમેરામાં કેદ થયા હતા. તો જૂનાગઢમાં પાંચ સિંહબાળનો વીડિયો સામે આવ્યો જેમાં ત્રણ માદા સિંહ સાથે રોડ પર લટાર મારતા સિંહોને પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યા. તો રવિવારે જૂનાગઢના નેસડામાં એક વ્યÂક્ત સાવજાને પાણી પીવડાવતો હોય એવો વીડિયો સામે આવ્યો હતો. પશુપાલક ઢોરને પાણી પીવડાવે તે રીતે આ વન કર્મચારી એક નહીં પણ પાંચ પાંચ સાવજને કુવામાંથી પાણી કાઢીને પીવડાવી રહ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY