અમરેલીની મહાકાય સિન્ટેક્ષ કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી

0
32

અમરેલી,તા.૧૭
રાજ્યમાં દરરોજ અસંખ્ય આગના બનાવો બનતા હોય છે. તેમાં લાખો કરોડો રૂપિયાની માલહાનિ અને જાનહાનિ થાય છે. ત્યારે આજે અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલ લુણસાપુર ગામની મહાકાય સિન્ટેક્ષ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલ જાણવા મળી રહેલી માહિતી પ્રમાણે આ આગ કંપનીના ૪ નંબર યુનિટમાં આવેલ ગોડાઉનમાં લાગી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલીના લુણસાપુર ગામમાં આવેલી વિશાળ સિન્ટેક્ષ કંપનીમાં ૪ નંબરના યુનિટમાં આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિતના ૫ જેટલા ફાયરબ્રિગેડનો કાફલો આગને કાબુમાં કરવા પહોંચ્યો હતો. આ સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ ઘટનામાં કંપનીમાં શેના કારણે ભીષણ આગ તેનું કારણ હજી અંકબંધ છે. ઘટનાને પગલે સિન્ટેક્ષ કંપનીના ગેટ પર મીડિયાકર્મીને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો ખુલે તેવી પુરેપુરી શક્્યતાઓ દેખાઈ રહી છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY