ગાંધીનગર,તા.૧૭
ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ શરુ થશે. ગુજરાત વિધાનસભાના સત્રની તારીખ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આગામી તા.૧૮મી સપ્ટેમ્બર, ૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં ગુજરાત વિધાનસભાને સત્ર યોજાવાની જાહેરાત કરી હતી.
લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત સરકારનું વિધાનસભામાં પ્રદર્શન મહત્તપૂર્ણ બની રહેનાર છે. વધુ આક્રમક બનેલી ગુજરાત કોંગ્રેસની યુવા ટીમ મગફળીકાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારને ગૃહની અંદર ઘેરવા સજ્જ છે ત્યારે રુપાણીના નેત્તવમાં વિધાનસભાનું આ સત્ર પ્રજામાં શો સંદેશ પાઠવશે તેના પર ચર્ચાઓ તેજ બની ગઈ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




