અમરેલી,તા.૧૫
અમરેલીમાં ફરી એક વખત સિંહોનું ટોળું જાવા મળ્યું છે. એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ ૧૨ જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જાવા મળી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જાવા મળે છે કે, વહેલી સવારે ૧૨ જેટલા આ સિહોનું ટોળું રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું અને મસ્તી કરી રહ્યું હતું. ત્યારે સવારના તે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો જાતા જ રોમાંચિત થઇ ગયા હતા. અને સિંહોની મસ્તીને મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ક્્યારેક એક સાથે જાવા મળતા સિંહોના આ દ્રશ્યો ધારીના આંબરડી નજીકના છે.
આ ઉપરાંત ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે રોડ ઉપર ડાલ્લા માથાને બે સિંહોની રોડ ઉપરની લટારનો વિડીયો વાઇરલ થયેલ છે. ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ કારમાં બેસીને પસાર થતાં મુસાફરે તેના મોબાઇલમાં આ નજારો કેદ કર્યો અને એ વિડિયો વાયરલ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





