મોરબી,તા.૧૫
મોરબીના જુદાજુદા સિરામિક યુનિટોમાં ધમધમતા કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો છે. હાલમાં મોરબીના તમામ સિરામિક એકમોમાં કોલગેસ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે અને સિરામિક ટાઈલ્સનું ઉત્પાદના નેચરલ ગેસ થકી કરવામાં આવી રહ્યું છે. જેથી એક જ સપ્તાહમાં મોરબીમાં નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઇ ગઈ છે અને હજુ પણ તેમાં તોતિંગ વધારો થાત તેવી શક્્યતા છે. જા કે, ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસની જેટલી જરૂરિયાત હશે તેટલો ગેસ પૂરો પડવાની ખાતરી દેવામાં આવી છે. જેથી મોરબીમાં સિરામિકના કારખાના બંધ નહિ કરવા પડે તે નક્કી છે.
હાલમાં કોલગેસ પ્લાન્ટને બંધ કરાવવામાં આવ્યા છે. તેની સીધી અસર ટાઈલ્સની ગુણવત ઉપર પડશે અને નેચરલ ગેસના ઉપયોગથી જે ઉત્પાદન કરવામાં આવશે તે ટાઈલ્સ ઇન્ટરનેશનલ કક્ષાની ગુણવત વાળી હશે. તેથી યુએસના દેશોમાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નવું માર્કેટ મળે તેવી શક્્યતા છે. સિરામિક ટાઈલ્સની પડતર કીમત નીચી લઇ આવવા માટે મોરબી આસપાસના સિરામિક યુનિટમાં કોલગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે, તેને બંધ કરી દેવામાં આવતા નેચરલ ગેસની ડિમાન્ડમાં હાલમાં તોતિંગ વધારો થઇ ગયો છે.
આ મહિનાના અંત સુધીમાં મોરબીના નેચરલ ગેસની ડીમાન્ડ ૬૫ લાખ ક્યૂબીક મીટર થાય તેવી શક્યતા છે. પ્રદુષણ મુદ્દે એનજીટીમાં કરવામાં આવેલ ફરિયાદને ધ્યાનમાં લઈને કોર્ટે દ્વારા પ્રદુષણ ફેલાવતા કોલગેસી ફાયરને સદંતર બંધ કરવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



