અમરેલીમાં અપક્ષ ઉમેદવારે ચિલ્લર આપી ફોર્મ ભર્યું

0
263

અમરેલી,તા.૪
લોકસભાની ચૂંટણીને લઈને નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે અમરેલી બેઠક પરથી ભાજપના નારણ કાછડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીએ પણ ઉમેદાવીર નોંધાવી છે. પરંતુ અમરેલીમાં અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભર્યું છે. જે જાણીને તમે નવાઇ પામશો.
કારણ કે આ ઉમેદવારે રૂપિયા ૨૫ હજારના ૧૦ રૂપિયાના સિક્કાઓ આપી ફોર્મ ભર્યુ છે. બેંકમાં રૂપિયા ૧૦ના સિક્કાઓ જમા કરવાની તકલીફ પડી રહી છે. અમરેલીના યુવાન નાથાલાલ સુખડીયાએ અપક્ષ ફોર્મ ભર્યું છે.
નાથાલાલ સુખડીયા દ્વારા અમરેલીના અનેક મુદ્દાઓને લઇને અગાઉ તેમણે વિરોધ પ્રદર્શન, આમરણાંત ઉપવાસ અને કેટલીક રજૂઆતો પણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY