ગળાફાંસો ખાધેલી હાલતમાં ૨ યુવાનોનાં મૃતદેહ મળતા ચકચાર મચી

0
4

અમરેલી,તા.૨૬
પ્રેમમાં વ્યક્તિ અંધ બની જાય છે, પરંતુ ઘણીવાર એક તરફી પ્રેમમાં વ્યક્તિ ભાન ભૂલી આયખું ટૂંકાવવાથી પણ અચકાતો નથી. આવી જ એક ઘટના બની છે અમરેલીમાં, અહીં પ્રેમમાં ગળાડૂબ બે યુવાનોએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમરેલી-ધારીના મોણવેલ ગામની સીમમાં ૨ યુવકોની લાશ મળી આવી, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો અને પ્રાથમિક વિગતો નોંધવાનું શરૂ કર્યું, જેમાં જાણવા મળ્યું કે બંને યુવકોએ ગામની સીમમાં વૃક્ષ પર લટકી ગળેફાંસો ખાઇ લીધો, બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને યુવકો બે યુવતીના પ્રેમમાં અંધ હતા.
ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે બંને યુવકો વિસાવદરના દુધાળા ગામના રહેવાસી હતા, અને બે મહિના પહેલા બંનેની પ્રેમીએ આપઘાત કરી લીધો હતો, જેના વિરહમાં આ બંને યુવકોએ પણ આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસે બંને યુવકોના મૃતદેહને ધારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY