ચૂંટણી બંદોબસ્તમાં આવેલા પોલીસ જવાનનું મોત, સર્પદંશની આશંકા

0
13

અમરેલી,તા.૧૯
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમરેલી બંદોદસ્તમાં આવેલા એક ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી)ની ટુકડીના બે જવાનોને રાત્રે સર્પદંશ કે ઝેરી જીવડું કરડ્યાની શંકાથી હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ એક જવાનનું મોત નીપજ્યું છે જ્યારે બીજી જવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ ઝેરી જીવડું અથવા સર્પદંશ થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે કલેક્ટર, એસપી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ અને અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY