કોંગ્રેસના એક ડઝનથી વધુ મંત્રીઓ જેલની હવા ખાઈ ચૂક્યાં છેઃ સીએમ રૂપાણી

0
347

કોંગ્રેસના કુલ ૨૨ જેટલા સભ્યોએ પક્ષને રામ રામ કહીને ભાજપમાં જોડાયા
અમરેલી,તા.૧૨
દેશમાં લોકસભાના મહાપર્વનો રંગ ઉડી રહ્યો છે. રાજ્યમાં પણ ચૂંટણી માથા પર આવી ગઇ છે. ત્યારે બધા પક્ષો પોતાની જીત મેળવવા એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે અમરેલીના ઝાફરાબાદથી સભા સંબોધતા સીએમ રૂપાણીએ મહાગઠબંધનને નિશાને લીધુ છે.
અમરેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એકવાર મહાગઠબંધનને નિશાને લીધુ છે. ઝાફરાબાદમાં સભા સંબોધન સમયે રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારોનો મારો ચલાવ્યો અને કહ્યું કે, કોંગ્રેસના એક ડઝનથી વધુ નેતા જેલની હવા ખાઇને આવ્યાં છે. અમરેલી કોંગ્રેસમાં બળવો થયો છે. એક સાથે કોંગ્રેસના ૧૨ સભ્યોએ બળવો કરી ભાજપમાં ભળી ગયા છે. અમરેલી નગરપાલિકા પ્રમુખ સહિત ૧૨ સભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો કર્યો છે. તો બીજી તરફ ધારી કોંગ્રેસના ૧૦ આગેવાનોએ પણ કેસરિયો કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ તમામ બળવાખોરોને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.
સીએમ રૂપાણીએ વધુમાં પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે પોતાના ૬૦ વર્ષના સાશનમાં માત્ર લોકો પર અત્યાચાર ગુજારવાનું કામ કર્યું છે. એટલું જ નહીં કોંગ્રેસ પાકિસ્તાની ભાષા બોલતી હોવાનો પણ રૂપાણીએ આરોપ લગાવ્યો.
સાથે સાથે લાલુ યાદવ અને માયાવતી પર આરોપ લગાવતા કહ્યું કે, લાલુ યાદવ ઘાસચારાના રૂપિયા ખાઇ ગયા છે એટલે જ આજે જેલની હવા ખાઇ રહ્યાં છે. જ્યારે માયાવતીએ ભોળી પ્રજાને લુંટવાનું કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY