અમરેલી,તા.૨૪
લાઠીમાં ૫૦ વર્ષિય આધેડ પર મંગળવારે રાત્રે એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ૫૦ વર્ષિય આધેડને ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની વિગત અનુસાર ૫૦ વર્ષિય કેશવભાઈ પોંકીયા રાત્રે ઘરની બહાર સુતા હતાં. ત્યારે એક શખ્સે અચાનક હુમલો કર્યો હતો.
અજાણ્યા શખ્સે આધેડના પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને રાજકોટની હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



