પ્રેમિકાને કુહાડીનાં ઘા મારી કરપીણ હત્યા કરનાર પ્રેમીની ધરપકડ

0
11

અમરેલી,તા.૧
આજના યુવાનો માટે આ ચોંકાવનારો કિસ્સો છે. જેઓ પ્રેમમાં પાગલ બનીને ચોંકાવનારા નિર્ણયો લેવામાં જરા પણ વાર લગાડતા નથી. જોકે, ક્યારેક ક્યારેક પ્રેમી અને પ્રેમિકાના સંબંધોમાં ઉદ્ભવેલી કેટલીક સમસ્યાઓ વિકરાળ સ્વરૂણ ધારણ કરવામાં જરા પણ વાર લાગતી નથી. અને તેમના કેટલાક નિર્ણયોથી કોઇની જિંદગી આગમા હોમાય છે તો કેટલાક જેલના સળિયા પાછળ ધકેલાય જાય છે. પ્રેમી અને પ્રેમિકા ક્યારેક એવું પણ પગલું ભરી જાય છે કે જેના કારણે સમાજ દંગ રહી જાય છે. કંઇક આવો જ કિસ્સો અમરેલીના ધારીમાં પ્રકાશમાં આવ્યો છે.
અમરેલીના ધારીમાં પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યા કરતા ચકચાર મચી છે. આંબરડી ગામના સીમ વિસ્તારની આ ઘટના છે. પ્રેમી દ્વારા પ્રેમિકાના માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી છે. જોકે, ધારી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ધારીના આંબરડી ગામની સિમ વિસ્તારમાં મજૂરી કરતા દેવી પૂજક મહિલાને તેનાજ પ્રેમીએ માથાના ભાગે કુહાડીના ઘા મારી કરપીણ હત્યા નિપજાવી છે. મરણ પામનાર મહિલા રેશ્માબેન પ્રતાપભાઈ (ઉ.વ ૨૬) વેક્રિયાપરા ધારીની રહેવાસી હતી. હત્યા કરનાર પ્રેમી વિરુ ધીરુ પરમારની ધારી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પરંતુ હજૂ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY