અમરેલી,તા.૨૬
અમરેલી જિલ્લાના બાબરા તાલુકા ખાતે રાજકોટ ભાવનગ હાઇવે પર એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં અમરાપર ગામના એક આધેડનું મોત થયું છે.
અમરેલીના અમરાપર ગામના પટેલ આધેડ પોતાનું મોટરસાયકલ લઈને પશુ માટે ઘાસ ચારો લેવા જતા હતા. આ દરમિયાન પાછળથી આવેલા અજાણ્યા વાહને ટક્કર મારતા પટેલ આધેડ જખ્મી થયા હતા. આધેડને સારવાર મળે કે તેમને દવાખાને લઈ જવાય તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત અહેવાલો મુજબ અકસ્માત સર્જી વાહન ચાલકો વાહન સાથે ફરાર થઈ ગયો હતો. મૃતકને પોસ્ટમોટર્મ માટે બાબરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવવામાં આવ્યા હતા. પોલીસે આ દુર્ઘટનામાં અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



