તંત્ર સફાળુ જાગ્યુઃ સુરતમાં ૮૮ જેટલા કોમ્પલેક્ષને સીલ મરાયા

0
14

અલગ અલગ ટીમો દ્વારા કામગારી હાથ ધરાઈ,ફાયર સેફ્ટી ઉભી કરવા તાકીદ કરાઈ
સુરત,તા.૨૬
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આક્રેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૨ના મોત નીપજ્યાં છે. જેને લઈને ફાયર વિભાગ દ્વારા સર્વે હાથ ધરી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્લાસિસ ચાલતા કોમ્પલેક્ષનો સર્વે કરવા અલગ અલગ સાત ઝોનની ટીમો બનાવી સર્વે ચાલી રહ્યો છે. અને નોટીસ ફટકારી સીલ મારવાની કામગારી હાથ ધરવામાં આવી છે. જેમાં સાતેય ઝાનમાંથી ૮૮ જેટલા કોમ્પલેક્ષને સીલ મારવામાં આવ્યા છે.
સુરતના સરથાણા વિસ્તારની દુર્ઘટના બાદ કરાવેલા સર્વેમાં ચોંકાવનારૂ તથ્ય બહાર આવ્યું છે. આઠ માસ પહેલાં ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની તાકીદ છતા હજી પણ શહેરમાં ૯૬૪ જેટલા ટ્યૂશન ક્લાસીસ ફાયર સેફ્ટીની સુવિધા વિના ધમધમી રહ્યાં છે. આ તમામ ક્લાસીસને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે તાકીદ કરી છે. અને આજે સાત ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને અલગ અલગ વિસ્તારના ૮૮ જેટલા કોમ્પલેક્ષ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ શહેરમાં ચાલતા ટ્યૂશન અને કોચીંગ ક્લાસીસનો સર્વે કર્યો હતો. એક દિવસમાં અલગ અલગ ટીમ બનાવીને સર્વે કર્યો હતો. જેમાં શહેરના તમામ ઝોનમાં ટ્યૂશન ક્લાસિસ અને કોચીંગ ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કરી હતી. જેમાં કતારગામ ઝોનમાં ૬૩, અઠવા ઝોનમાં ૯૩, રાંદેર ઝોનમાં ૯૫, સેન્ટ્રલ ઝોનમાં ૧૧૨, લિંબાયત ઝોનમાં ૧૫૧ વરાછા ઝોન-એમાં ૧૦૫, વરાછા ઝોન બીમાં ૧૨૪ અને ઉધના ઝોનમાં ૧૨૩ મળીને શહેરમાં કુલ ૯૬૪ જેટલા કોચીંગ ક્લાસિસ અને ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી તેને ઉભી કરવા માટે તાકીદ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY