ટ્રક-કાર અને રિક્ષા-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ૭ના મોત

0
10

અમરેલી અને બનાસકાંઠામાં બે ગંભીર અકસ્માતની ઘટના ઘટી
અમરેલી-બનાસકાંઠા,તા.૨૧
સોમવારે દિવસની શરૂઆત જ અકસ્માતથી થઇ. રાજ્યમાં બે ગંભીર અકસ્માત સર્જાયા છે. એક અકસ્માત અમરેલીમાં થયો છે જેમા ૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બીજા અકસ્માત બનાસકાંઠામાં સર્જાયો છે જેમા એક જ પરિવારના ૪ લોકોના મોત નિપજ્યા છે.
અમરેલીના લાઠી બાયપાસ રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૩ લોકોનાં મોત થયા હતા અને એક ૧ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. ૧૦૮ મારફત ઘાયલને અમરેલી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતકોને રેસ્ક્્યુ કરી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થયેલા એક ગોઝારા અકસ્માતમાં ૪ લોકોનાં કરૂણ મોત થયાં છે. કુચવાડા પાસે ટ્રેલર અને રિક્ષા અથડાયા હતા. જેમા રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. મૃતક ઠાકોર પરિવાર મૂળે બનાસકાંઠાના દાંતીવાડાનો હતો અને તેઓ અમદાવાદ રહેતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY