અમરેલી,તા.૧૬
અમરેલીમાં પ્રેમીએ પ્રેમિકાનું તેના ઘરેથી તેણીના પરિવારને ધાકધમકી આપીને અપહરણ કર્યા બાદ ઘરમાં ગોંધી રાખીને પત્ની તરીકે રાખી સતત અત્યારચાર ગુજારીને મારપીટ કરી, ઢસડી વારંવાર દુષ્કર્મ ગુજારતા યુવક સહિત ત્રણ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે અમરેલીની ભોગ બનેલી યુવતીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અમરેલીના જયોતિરાવનગરમાં રહેતા અનિલ ઉર્ફે રામજી ચાવડા નામના શખશે ૨૪ વર્ષીય યુવતીનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું અને તેણીના ભાઈ તથા પિતાને પણ મારી નાખવાની ધમકી આપી હતી. તા. ૨૪/૧૦ના રોજ યુવતીને ગઢડા અને બાદમાં ઢસા લઈ જવાયા બાદ આરોપીએ તેને બળજબરીથી પોતાના ઘરમાં રાખી હતી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
યુવકના પિતા રામજી ચાવડા અને માતા હંસાબેન યુવતીને સતત માર મારતા હતા અને વાળ પકડીને ઢસડતા હતા. અનિલે છરીની અણીએ યુવતી પાસે એક સ્ટેમ્પ પેપર પર પણ સહી કરાવી લીધી હતી. ગત તા.૮/૨ના રોજ યુવતી આરોપીઓની ચુંગાલમાંથી છુટીને ઘરે પહોચ્યા બાદ અમરેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



