અમરેલી પોલીસે ક્યાં ટ્રાન્સફર કર્યા 12 કરોડના બીટકોઈન?

0
168

શૈલેષ ભટ્ટને કેશવ ફાર્મમાં લઈ ગયા પછી ઈન્સ્પેકટર અનંત પટેલે માર માર્યો હતો અને એન્કાઉન્ટરની ધમકી આપી હતી, અને ત્યાર બાદ કિરીટ પાલડીયાના ફોનમાં રહેલા બીટકોઈનની કી મેળવી 12 કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરી લીધા હતા, પરંતુ હવે CID ક્રાઈમ પાસે ખરેખર બીટકોઈન હતા કે નહીં અને બીટકોઈન હતા તો તે કોના નામે ટ્રાન્સફર થયા તેની તપાસ કરવાની હતી, CID ક્રાઈમ દ્વારા પાલડીયાના જેટલા નંબરો મળી આવ્યા તેની ફોરેન્સીક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં એક મોબાઈલમાંથી ટ્રાન્ઝેક્શન થયુ હોવાનું ફલિત થયુ હતું, કિરીટ પાલડીયાના ફોનમાંથી જે ટ્રાન્ઝેક્શન થયુ હતું તે કિરીટ પાલડીયાના જ મિત્ર સંદીપ પટેલના ફોન ઉપર થયું હતું.

આમ કિરીટ પાલડીયાએ ઈન્સ્પેકટર અનંત પટેલ સાથે મળી બીટકોઈન ટ્રાન્સફર કરી પોતાના જ મિત્ર સંદીપ પટેલને મોકલી આપ્યા હતા. આમ અનંત પટેલ હમણાં સુધી દાવો કરતા હતા કે તેમણે કોઈ બીટકોઈન પડાવ્યા નથી. પરંતુ ષડયંત્રના ભાગરૂપે તે બીટકોઈન કિરીટ પાલડીયાના મિત્ર સંદીપના નામે ટ્રાન્સફર થઈ ગયા હતા, કિરીટના ફોનની તપાસમાં બીજા રહસ્યો પણ બહાર આવ્યા છે જેમાં તે CBI ઓફિસર સુનીલ નાયર સાથે સંપર્કમાં હોવાનું ફલીત થયુ છે. આમ સુનીલ નાયરે અને કિરીટ પાલડીયાએ શૈલેષ ભટ્ટ પહેલા સુરતના અનેક વેપારીઓને નિશાન બનાવી ઈન્કમ ટેક્સ અને ઈડીની ધમકી આપી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું બહાર આવ્યુ છે.

આ કેસમાં પહેલા CBIના અધિકારી સુનીલ નાયરે પાંચ કરોડ લીધા હોવાનું અને ત્યાર પછી અમરેલી પોલીસે 12 કરોડના બીટકોઈન લીધા હોવાનો આરોપ થતાં સુરતની ઈન્કમટેક્સ ઓફિસે તપાસ શરૂ કરી હોવાની હકીકત સામે આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY