અમરેલીની સબજેલમાં ૨૦૦ જેટલા કેદીઓએ યોગની અનુભૂતિ કરી

0
22

અમરેલી,તા.૨૧
આજે વિશ્વ યોગ દિન નિમિત્તે અમરેલી જિલ્લામા ત્રણ લાખ લોકોએ યોગ કર્યો છે ત્યારે અમરેલીની સબજેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા ૨૦૦ જેટલા કેદીઓએ યોગની અનુભૂતિ કરી હતી. યોગ દ્વારા કેદીઓએ નવી ઉર્જાની મેળવી હતી.
યોગ માનવીય જીવનમાં એક નવો જ સંચાર પેદા કરે છે ત્યારે અમરેલીની સબજેલમાં જુદા જુદા ગુનાઓમાં સજા કાપી રહેલા ૨૦૦ જેટલા કેદીઓએ યોગ કરી એક નવી જ અનુભૂતિની પ્રાપ્તી કરી હતી. ત્યારે કેદીઓએ આ યોગની અનુભૂતિ કરી પોતાનો અનુભવ જણાવતા કÌš હતુ કે થોડી મિનિટો તેઓને જેલમા નહી પરંતુ એક અલગ જ દુનિયામા હોવાનુ જણાવ્યુ હતુ.તેમજ પોતે કરેલી ભુલોનો સ્વીકાર કરી ભવિષ્યમા આવી ભુલો નહી થાય તેની ખાત્રી પણ આપી હતી.
યોગની અનુભૂતિથી માનવીય જીવનમા વિચારો અને વર્તનનુ પરીવર્તન થાય છે. જેલમાં આવા કાર્યક્રમથી કેદીઓએ સબ જેલર અને યોગ કરાવવા આવેલ યોગીઓનો આભાર માની સૌને યોગ કરવા અપીલ કરી હતી.
અમરેલી જેલમાં ૨૦૦ જેટલા કેદીઓના મન વિચારમાં પરિવર્તન આવે તેવા સરકારના ઉદેશ્યથી આજે જેલમા અમદાવાદના યોગીઓ દ્વારા યોગ કરાવાયો હતો ત્યારે આ યોગ આસનોને કેદીઓએ સરળભાવથી સ્વિકારી સહકાર આપ્યાનો જેલ સતાવાળાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY