રાજપીપલામાં સરદાર ટાઉનહોલ ખાતે “એસ્પાયરેશનલ નર્મદા ડિસ્ટ્રીક્ટ ટ્રાન્સફોર્મીંગ” સંમેલન યોજાયું

0
67

રાજપીપલા:
ભારતના નવનિર્માણમાં નર્મદા જિલ્લાનો પણ પરચમ લહેરાય તેવી ભાવનાઅને નર્મદા ને વિકાસના પંથે લઇ જવા  કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે રાજપીપલામાં સરદાર ટાઉનહોલ ખાતે જિલ્લાના એક્શન પ્લાનનું લોન્ચીંગ કરવામાં આવ્યું, “એસ્પાયરેશનલ નર્મદા ડિસ્ટ્રીક્ટ ટ્રાન્સફોર્મીંગ” સંમેલનમાં હાજર કેન્દ્રીય મંત્રી સ્મુતિ ઈરાનીના હસ્તે,  NTC તાલીમ મોડ્યુલ, સ્થાનિક દેહવાલી અને આંબુડી બોલી શબ્દકોષનું વિમોચન કરાયું હતું સાથે  NTC ને ટી-શર્ટ, કેપ તાલીમ મોડ્યુલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સંમેલન માં ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય રામસિંહ રાઠવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, ગુજરાતના વહિવટ-આયોજન ના અગ્રસચિવ સંજીવકુમાર, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, ડીડીઓ જી.આર. ધાકરે સહિત જિલ્લાના અગ્રણીઓ, વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ અને જિલ્લાવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા” ની યોજનાઓના અમલીકરણ અંગે યોજાયેલા સમારોહ-સંમેલનને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે જિલ્લાના 2018-2022 ના ઉક્ત “એક્શન પ્લાન” નું લોન્ચીંગ પણ કરાયું હતું.
કેન્દ્રિય કાપડ અને માહિતી-પ્રસારણ વિભાગના મંત્રી  સ્મૃતિબેન ઇરાનીએ ઉક્ત સંમેલનને ખૂલ્લૂં મૂકતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના લોકોના સહયોગથી સ્વસ્થ અને સમૃધ્ધિથી પ્રગતિના શિખરો ઉપર લઇ જવાના સંકલ્પ સાથે યોજાયેલા સંમેલનમાં જિલ્લાવાસીઓના નૂતન સંકલ્પ સાથે ભારતના નવનિર્માણમાં નર્મદા જિલ્લાનો પરચમ લહેરાવાની ભાવના ચોક્કસ સાકાર થશે તેવો આશાવાદ વ્યક્ત કરી આ દિશામાં સૌને કટિબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. સાથે ટીમ નર્મદા દ્વારા મહાત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકેના સર્વાંગી વિકાસ માટેના નીતિ આયોગના પેરામીટર અને ઇન્ડીકેટર્સ મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-સિંચાઇ-પશુપાલન, નાણાંકીય સમાવેશક અને કૌલશ્ય વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓની દિશામાં ખૂટતી કડીરૂપ સેવાઓ-સુવિધાઓ માviન્કી કરેલ લક્ષ મુજબની પરિૂર્તિ માટે તૈયાર કરાયેલા એક્શન પ્લાનના સમયબધ્ધ અમલ થકી નર્મદા જિલ્લો દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બની રહે તે માટે પ્રજાકીય સહયોગ સાથે કિબધ્ધ થવાનું આહવાન કર્યું હતું.
રિપોર્ટર -નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY