સુરત,
તા.૧૯/૦૩/૨૦૧૮
વેડરોડ પંડોળ ખાતે બે મિત્રો ફિલ્મ જાઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ત્રણ અજાણ્યા બાઈક સવાર ઈસમો ધસી આવ્યા હતા. અને બંને પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેમાં એકને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંક્્યા હતા. જ્યારે અન્યને પાસળીના ભાગે ઘા મારી ફરાર થઈ ગયા હતા. સિવિલ હોસ્પટલ ખસેડાયા બંને મિત્રો પૈકી એકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને અન્યને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
વેડરોડ પંડોળ ખાતે આવેલી મંગળગ્રુપ સોસાયટીમાં મૂળ બોટાદનો પ્રવિણ ગબરુ મેર પરિવાર સાથે રહેતો હતો. અને રત્ન કલાકરા તરીકે કામ કરતો હતો. દરમિયાન મિત્ર જ્યોતિસ કેશવ સરોજ સાથે ફિલ્મ જાવા ગયો હતો. ફિલ્મ જાઈ મોડીરાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાછળથી ત્રણ અજાણ્યા બાઈક સવાર ઈસમો આવ્યા હતા. અને ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
હુમલાખોરોએ પ્રવિણને છાતીના ભાગે ચપ્પુ ઘૂસાડી દીધું હતું. જેથી ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો હતો. જેથી અન્ય મિત્ર ભાગ્યો હતો. જાકે, હુમલાખોરો પીછો કરી તેને પણ પાસળીના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. રાહદારીઓએ ૧૦૮ને કોલ કરતા ૧૦૮ દ્વારા બંનેને સિવિલ હોસ્પટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રવિણને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્યને ગંભીર ઈજાઓના કારણે તાત્કાલિક સર્જરી વિભાગમાં ખસેડ્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પટલ દોડી આવી હતી. અને ગંભીર હાલતમાં રહેલા યુવકનું નિવેદન નોંધ્યું હતું. જાકે, હાલ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"