અમૃતસર ટ્રેન અકસ્માત થયો છતાં કોઈ શીખ ન મળી લુધિયાણામાં એનએસયુઆઈએ રેલ્વે ટ્રેક નજીક જ કાર્યક્રમ યોજ્યો!!

0
46

લુધિયાણા,તા.૨૯
અમૃતસર અકસ્માતને હજુ થોડા દિવસો પણ નથી થયા અને એવું લાગી રહ્યું છે કે લોકો અને સુરક્ષા તંત્રએ આ દુર્ઘટનાથી કોઈ પાઠ મેળવ્યો નથી. રવિવારે લુધિયાનામાં ધૂરી લાઇન નજીક કોંગ્રેસના સ્ટૂ઼ડેંટ યુનિયન સંઘ એનએસયુઆઈ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રેલવે ટ્રેકથી થોડો જ દૂર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ હાજર હતા.
લુધિયાના સેન્ટ્રલના ધારાસભ્ય સુરેન્દ્ર ડાવર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા. તેઓ કાર્યક્રમમાં એનએસયુઆઈને નવી ઓફિસ માટે નિયુક્તિ પત્ર સોંપી રહ્યા હતા. મંચ પર તેમની ઉપસ્થિતિ સાથે ઘણા લોકો ભેગા થયા હતા. બીજી તરફ ત્યાં રેલવે ટ્રેક પર અનેક ટ્રેનો પણ પસાર થઈ રહી હતી. એક સાક્ષીએ જણાવ્યું કે ઘણા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ રેલવે ટ્રેકની બંને બાજુ પોતાની કાર પાર્ક કરી હતી જે ટ્રેકનું ખૂબ નજીક હતી.
જ્યારે મને કાર્યક્રમમાં બોલાવવા આવ્યો તે પહેલા મને આ વિશે કોઇ જાણકારી ન હતી કે કાર્યક્રમ ક્યાં આયોજીત કરાયો છે. પરંતુ જ્યારે મને આ વિશે ખબર પડી, તો મેં તાત્કાલિક પોલીસ તંત્રને સંપર્ક કર્યો અને જીૐર્ંને સુરક્ષા વ્યવસ્થા આપવા જણાવ્યું. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગું છું કે કાર્યક્રમ રેલવેની જમીન પર આયોજીત ન હતો, પરંતુ રસ્તા પર યોજાયો હતો. પરંતુ તેની નજીક રેલવે ટ્રેક અવશ્ય હતો.
ડાવરે આગળ જણાવ્યું કે હું માત્ર ૧૦ મિનિટ માટે કાર્યક્રમમાં રોકાયો હતો અને ત્યાં એનએસયુઆઇ કાર્યકર્તાઓને જણાવ્યું કે તેમણે કાર્યક્રમ રેલવેની નજીક આયોજીત નહતો કરવો. હું ખાતરી આપું છું કે હું ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારના આયોજીત કાર્યક્રમમાં ભાગ નહીં લઉં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY