નિકોલ-પૂર્વ અમદાવાદમાં શહીદયાત્રામાં પાટીદારો ઉમટયાં
– હાર્દિકની ચિમકી,જીવ ભલે જાય,સરકાર અનામતના મુદ્દે નિર્ણય લે: પાટીદારો આરપારની લડાઇ લડવાના મૂડમાં
રવિવારે પાટીદારોની શહીદયાત્રાએ અમદાવાદમાં પ્રવેશ કર્યો હતો. બોપલથી શહેરમાં પ્રવેશ કર્યા બાદ શહીદયાત્રાએ વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં નિકોલ,હિરાવાડીમાં તો મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. આ શહીદયાત્રામાં હાર્દિક પટેલ પણ જોડાયો હતો. હાર્દિક પટેલે આગામી તા.૨૫મી ઓગષ્ટથી આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે. ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધુણ્યું છે. પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા તૈયારી કરી રહ્યાં છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, અનામતની લડાઇમાં શહીદ પાટીદાર યુવાનોને ન્યાય મળવો જ જોઇએ.પાટીદાર સમાજ અનામત મેળવીને જ રહેશે. અનામતની લડાઇ માત્ર ચૂંટણી પુરતી સિમીત નથી. આવનારી ભવિષ્યની પેઢી માટે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, આનંદીબેન પટેલની સરકારે અનામત માટે કઇઁ કર્યુ નહીં. ૨૫ ઓગષ્ટથી હાર્દિક પટેલ અમદાવાદમાં જ ભૂળહડતાળ પર ઉતરશે. તેણે એવો પણ દાવો કર્યો કે,મારી આ લડાઇમાં ગુજરાતભરમાંથી રોજ હજારો યુવાનો જોડાશે. એટલું જ નહીં, મુંડન કરાવી વિરોધ પણ વ્યક્ત કરશે. હાર્દિક બિન અનામત સમાજને પણ આ લડાઇમાં જોડાવવા આહવાન કર્યુ છે. તેણે એવી આશા વ્યક્ત કરી કે, અનામતની લડાઇમાં જૂના મિત્રો જરુરથી પરથ ફરશે. આમ, ગુજરાતમાં ફરી અનામત પાર્ટ-૨ ધમધમશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



